બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવા બસસ્ટેન્ડ સરદારબાગ પાસે રહેતા દિનેશભાઇ પંડાભાઇ પટેલ (ઉ.વ.૧૯)એ અજાણ્યા વાહન ચાલક સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે,તા.૧૦ ના રોજ મોરબી માળીયા હાઇવે ઉપર ચંગાલપીરની દરગાહ સામે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે પોતાના હવાલાવાળુ વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી ફરીયાદીના બનેવી દિપકુમારને હડફેટે લેતા તેમને ગંભીર ઇજા થવાથી તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને આરોપી પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હતો. બી ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને અજાણ્યા વાહન ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.