મોરબીમાં વધુ એક મોતની ઘટના સામે આવી છે. જેમાં દિનેશભાઈ નામનો યુવક પોતાને થયેલ બીમારીને કારણે મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ થયો હતો. જેનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે હોસ્પિટલ તંત્રે મૃતકના પરિવારજન અંગે તપાસ કરતા હોસ્પિટલમાં કોઈ મળી ન આવતા હોસ્પિટલ તંત્ર દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યુવકની અકાળે મોત અંગે નોંધ કરાવી હતી અને તેના વાલી વારસા અંગે શોધખોળ કરવા અરજી કરી હતી. જેને લઈ પોલીસે મૃતકનો ફોટો જાહેર કરી તેને ઓળખાતા લોકોને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન નંબર 02822 230188 તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ વિ.કે. ફૂલતરીયાનો સંપર્ક કરવા જણાવ્યું હતું.