મોરબી જીલ્લા, તાલુકા અને શહેર સ્તરે નવનિયુક્ત હોદ્દેદારોને કામગીરી સોંપવામાં આવી.
મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા નવા હોદેદારોની જાહેરાત કરવામાં આવી છે. નવ નિયુક્ત હોદેદારોમાં જીલ્લા, તાલુકા અને શહેર સ્તરે વિવિધ હોદ્દાઓ સોંપવામાં આવ્યા છે.
મોરબી આમ આદમી પાર્ટી દ્વારા પ્રસિદ્ધ કરાયેલ યાદી મુજબ, ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી તેમજ સંગઠન મહામંત્રી મનોજભાઇ સોરઠિયા દ્વારા મોરબી જીલ્લામાં મોરબી જીલ્લા, તાલુકા અને શહેર માટે નવા હોદેદારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મોરબી જીલ્લા જનરલ સેક્રેટરી તરીકે રમેશભાઈ બાલુભાઈ સદાતીયા, જીલ્લા ઉપપ્રમુખમાં દિવ્યેશભાઈ જયંતીલાલ મગૂનિયા તથા યુવા વિંગ પ્રમુખ તરીકે દલસુખભાઈ કેશવભાઈ વડગાસીયાના નામની જાહેરાત કરવામાં આવી છે, તેવી રીતે મોરબી તાલુકા પ્રમુખ તરીકે જલપેશભાઈ વિનોદભાઈ ઘોડાસરા અને મોરબી શહેર ઉપપ્રમુખ તરીકે પલ્લવભાઈ હર્ષદરાય રાવલની નિયુક્તિ કરવામાં આવી છે.
આ તમામ હોદેદારોને નવા દાયિત્વ સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ અને જીલ્લાના આગેવાનો દ્વારા સફળતા માટેની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.