Friday, January 3, 2025
HomeGujaratમોરબીમાં નાના વેપારીઓને પ્રતિબંધિત પ્લાસ્ટિક માટે પકડવાને બદલે પ્લાસ્ટિક થેલીઓ બનાવતા યુનિટો...

મોરબીમાં નાના વેપારીઓને પ્રતિબંધિત પ્લાસ્ટિક માટે પકડવાને બદલે પ્લાસ્ટિક થેલીઓ બનાવતા યુનિટો બંધ કરવા આમ આદમી પાર્ટીની માંગ

મોરબીમાં નગર પાલિકા દ્વારા સમગ્ર શહેર વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓના વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચેકીંગ હાથ ધરી પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનો જથ્થો ઝડપી લઈ તેમને દંડ ફટકારવામાં આવે છે. ત્યારે આવા નાના વેપારીઓ કે ફેરિયાઓને દંડ ફાટકારવાને બદલે પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ બનાવવા પર પ્રતિબંધ મૂકી આવા યુનિટો બંધ કરાવવા મોરબી આમ આદમી પાર્ટી દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી પાલિકા દ્વારા છેલ્લા ધણાં સમયથી નાના વેપારીઓ અને ફેરીયાઓને પ્લાસ્ટિક થેલીઓના ઉપયોગને લઈ દંડ ફટકારીને ઉઘરાણું ચાલુ કર્યું છે ત્યારે મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા એક માંગ કરવામાં આવી છે કે જ્યાં પ્લાસ્ટિક થેલીઓ બની રહી છે તે પ્લાસ્ટિક થેલીઓના યુનીટને જ બંધ કરીને પ્લાસ્ટિક થેલીઓ બનાવવા પર પ્રતિબંધ મુકવો જોઈએ. જ્યારે આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ અને જીલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા એ કહ્યું કે પ્લાસ્ટિક થેલીઓ બનાવવા પર જેમ બને તેમ જલ્દી અને કડક રીતે પ્રતિબંધ મુકવો જોઈએ જેથી કરીને નાના વેપારીઓ અને ફેરીયાઓ માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હોય ત્યાં તેમને ખોટી રીતે દંડ ના થાય

વધુમાં તેઓએ જણાવ્યું કે જો મોરબી પાલિકા આમને આમ નાના વેપારીઓ અને ફેરીયાઓને પ્લાસ્ટિક થેલીઓના નામે હેરાન કરતા રહેશે તો આવનારા સમયમાં નાના વેપારીઓ તથા ફેરિયાઓને સાથે રાખી આંદોલન કરવું પડશે એવી ચીમકી ઉચ્ચારી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!