મોરબી શહેરના રવાપર રોડ ઉપર એવન્યુ પાર્ક પાસે આવેલ નાલુ લાંબા સમયથી નબળું પડી ગયા બાદ તંત્ર દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને નાલુ બનાવવાનું કામ ચાલું કરવામાં આવ્યું છે. ત્યારે નાલા પાસે કામ ચલાવ ડાયવર્ઝન બનાવવામાં આવ્યો છે. જે રસ્તાની હાલત પણ ખુબ ખરાબ હોવાથી આ રસ્તા પર અકસ્માત સર્જવાનો ભય હંમેશા સ્થાનિકોમાં બનેલો રહે છે. જેને લઈ આમ આદમી પાર્ટી દ્વારા આ બિસમાર રસ્તાને તાત્કાલિક ધોરણે રીપેર કરવામાં આવે તેવી માંગ કે રાવ્મા આવી છે.
મોરબી જિલ્લાનાં પોસ વિસ્તાર એવા રવાપર રોડ પર ધણાં સમયથી નાલુ નબડુ હોવાથી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને હમણાં તે નાલુ બનાવવાનું કામ ચાલું કરવામાં આવ્યું છે. જેથી તે નાલા પાસે કામ ચલાવ ડાયવર્ઝન બનાવવામાં આવ્યો છે. પરંતુ એ ડાયવર્ઝન કહેવા પુરતો હોય તેવું લાગે છે કેમ કે હમણાં મોરબીમાં વરસાદ પડવાથી તે ડાયવર્ઝનમાં પાણી ભરાઈ ગયા છે, કાદવ કીચડથી ભરાઈ ગયું છે તથા ચીકાશ વાળી માટી હોવાથી વહાન ચાલકો સ્લીપ થઇ જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. એવી ખરાબ હાલત થઈ ગઈ છે. તો આ બાબતે આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ દ્વારા તે કામચલાઉ ડાયવર્ઝનને જેમ બને તેમ જલ્દી સમારકામ કરવામાં આવે અને કોઈ વહાન ચાલકોને અકસ્માત ન સર્જાય તે માટે વ્યવસ્થિત રીતે સમારકામ થાય તેવી માંગ મોરબી તંત્રને કરવામાં આવી છે અને સાથે સાથે જો ત્વરિત ધોરણે કામગીરી ન થાય તો ઉગ્ર રજૂઆત સાથે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે….