ખરીદ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે નોંધણી ગત તા. 1 સપ્ટેમ્બરથી શરુ કરવામાં આવી છે. જેમાં મગફળી ખરીદી માટે કરવામાં સેટેલાઈટ સર્વે શરૂ કરવામાં આવ્યા છે. જો કે, સેટેલાઈટ સર્વેમાં અનેક ખામીઓ હેવાન કારણે ખેડૂતોને મુશ્કેલી વેઢવાનો વારો આવી શકે તેમ છે. જેને લઇ આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા ટંકારા મામલતદાર મારફત મુખ્યમંત્રીને પત્ર લખી સેટેલાઈટ સર્વે બંધ કરવાની માંગ કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટી દ્વારા ટંકારા મામલતદાર મારફત મુખ્યમંત્રીને લખવામાં આવેલ પાત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના ભાવની મગફળી ખરીદી માટે અરજી કરવામાં આવી છે. આ અરજીમાં ખેડૂતોના મગફળી વાવેતરના તલાટી કમ મંત્રીના દાખલા પુરાવા તરીકે ઉમેરવામાં આવ્યા છે. તેમ છતા સરકાર દ્વારા સેટેલાઇટ સર્વે કરવાની નીતિ અમલમાં મુકાઈ છે. સેટેલાઈટ મર્વે ભૂતકાળમાં જમીન માપણીમાં ખામી મર્જી છે. જો આવી જ ખામી મગફળી વાવેતર સર્વેમાં થશે તો ખેડૂતોની અરજી રદ થવાની સંભાવના વધી જશે. આથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થવો નિશ્ચિત છે. જેને લઇ આમ આદમી પાર્ટી ટંકારા દ્વારા રજૂઆતા કરવામાં આવી છે કે, સેટેલાઈટ સર્વે તરત જ બંધ કરવો જોઈએ. ખેડૂતોને માત્ર તલાટી કમ મંત્રીના મગફળી વાવેતરના દાખલા આધારે જ ટેકાના ભાવનો લાભ આપવો જોઈએ. જો સેટેલાઈટ સર્વે ચાલુ રહેશે અને ખેડૂતોની અરજી રદ થશે તો આમ આદમી પાર્ટી-ટંકારા ખરીદી કેન્દ્ર બંધ કરાવશે. સાથે જે તે જવાબદાર અધિકારીઓ સામે કાયદેસર પગલાં ભરવા માટે લડત શરૂ કરવામાં આવશે. ખેડૂતોના હક માટે આમ આદમી પાર્ટી ટંકારા અંતિમ શ્વાસ સુધી લડત આપશે. તેમ આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું છે