Thursday, December 26, 2024
HomeGujaratમોરબીમાં જન્મ -મરણની નોંધણીમાં થતી વિલંબની સમસ્યાનું નીરાકરણ ઝડપથી કરવા આમ આદમી...

મોરબીમાં જન્મ -મરણની નોંધણીમાં થતી વિલંબની સમસ્યાનું નીરાકરણ ઝડપથી કરવા આમ આદમી પાર્ટીએ ચીફ ઓફીસરને રજૂઆત કરી

આમ આદમી પાર્ટી દ્વારા મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસરને મરણ જનાર ના દાખલ માટે પડતી હાલાકી દૂર કરવા માટે રજુઆત કરવામાં આવી છે. જન્મ મરણની નોધણી માટે સિંગલ લોગીન અને સિંગલ ઓપરેટર કામ કરે છે. જેને કારણે અરજદારની લાંબી લાઈનો લાગે છે. તેથી વધુ ઓપરેટર રાખીને કામગીરી કરવા રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરીયાના માર્ગદર્શન હેઠળ જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા, મોરબી જિલ્લા ઉપપ્રમુખ જસવંતભાઈ કગથરા, મોરબી શહેર પ્રમુખ વિરજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ મગુનીયા, રમેશભાઈ સદાતીયા, જૈનીથભાઈ ચડાસણીયા દ્વારા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં અત્યારે નવા આધારકાર્ડ માટે જન્મનાં દાખલામાં ફરજીયાત અરજદારનું આખું નામ હોવું જોઈએ એવાં નીયમ બનાવવાથી જન્મ દાખલામાં સુધારો કરવા અને નવા જન્મ મરણ નોંધણી કરવા માટે અરજદારોની લાંબી લાઈનો લાગી છે. ત્યારે નગરપાલિકા દ્વારા જન્મ-મરણ નોંધણી માટે સીંગલ યુઝર લોગીનમાં ગોકળગાયની ગતીએ કામ ચાલે છે જે બાબતે આમ આદમી પાર્ટી દ્વારા રજુઆત કરવામાં આવી છે કે જન્મ મરણ નોંધણી માં મલ્ટી યુઝર લોગીન કરી અને એક કરતાં વધારે કોમ્પ્યુટર ઓપરેટરો રાખી અને ઝડપી કામગીરી થાય જેથી કરીને આમ જનતા ને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!