Saturday, November 23, 2024
HomeGujaratગરબા પર ૧૮% GST નો રાસ ગરબા કરી આમ આદમી પાર્ટી મોરબીએ...

ગરબા પર ૧૮% GST નો રાસ ગરબા કરી આમ આદમી પાર્ટી મોરબીએ વિરોધ કર્યો

સરકાર દ્વારા ગરબા પર 18% જીએસટી લગાવતા મોરબી આમ આદમી પાર્ટી દ્વારા બાપા સીતારામ ચોક ખાતે ધરણા યોજી અને રાસગરબા રમીને સરકારના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આ ગરબા પર જીએસટી લગાવવાના નિર્ણયને પાછો ખેંચવા માંગ કરી હતી.

- Advertisement -
- Advertisement -

સરકાર દ્વારા દૂધ પ્રોડક્ટસ પર GST નાખ્યા બાદ હિન્દૂ ધર્મની અસ્મિતા, સંસ્કૃતિ અને પરંપરાના અપમાન સમાન દેવીઓ ના નવરાત્રી પર્વ પરના સાંસ્કૃતિ કાર્યકામો પર 18% GST લગાવી લોકોની આસ્થાને ઠેસ પહોંચડી ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનું અપમાન કરવામાં આવેલ છે જે બદલ “આપ” લોકસભા ઇન્ચાર્જ રાજેશ પીંડોરીયા, લોક સભા સચિવ, સંજય બાપટ અને આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાનીમાં ધરણાં સાથે રાસ ગરબા કરી પ્રદર્શન રવાપર રોડ પર આવેલ બાપા સીતારામ ચોક ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને સરકાર સામે નારા લગાવી ગરબા પર GST પાછો લેવા માંગ કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!