Thursday, December 26, 2024
HomeGujaratવાંકાનેર શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું

વાંકાનેર શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું

મોરબી જીલ્લાના વાંકાનેર વિધાનસભા વિસ્તાર વિસ્તૃતી તેમજ લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા આમ આદમી પાર્ટી દ્વારા વાંકાનેર શહેરમાં તા.૨૭ ઓક્ટો. ના રોજ પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા એક પ્રેસ યાદીમાં જણાવ્યા અનુસાર જીલ્લાના વાંકાનેર શહેરમાં શહેર તેમજ તાલુકાના લોકોની સુખાકારી માટે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ સમયે વાંકાનેર વિધાનસભાના લોકો દ્વારા આમ આદમી પાર્ટી પર ભરોસો મૂકીને ૫૪ હજાર જેટલું મતદાન કરી પાર્ટીનો જુસ્સો વધારેલ આ બદલ પાર્ટીની પણ જવાબદારીના ભાગરૂપે વાંકાનેરના લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા તેમજ ભ્રષ્ટાચારીઓને ઘર ભેગા કરવા પાર્ટી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. આ કાર્યાલયે દરરોજ સવારે ૧૦ થી ૧ લોકો પોતાના પ્રશ્નો રજૂ કરવા આવી શકશે, લોકોના પ્રશ્નોનુ તાત્કાલીક નિરાકરણ પણ લાવવામાં આવશે

કાર્યાલય ઉદ્ઘાટન કાર્યક્રમમાં મોરબી જીલ્લાના આગેવાનો પંકજ રાણસરિયા, મહાદેવ ભાઈ પટેલ, ચંદ્રકાંત વિરમગામા, અર્જુનસિંહ વાળા, પંકજ આદ્રોજા, વિરજીભાઈ ચાવડા, દિવ્યેશ મગુનીયા, રમેશ સદાતિયા, ચેતન લોરિયા તેમજ વાંકાનેરના આગેવાનો અલી હાજી સાહેબ, ગનીભાઇ બાદી, કાનજીભાઈ ગોરિયા, તોફિકભાઈ અમરેલિયા, તથા સમગ્ર વાંકાનેર આમ આદમી પાર્ટીની ટીમ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા, સરપંચો તેમજ સાથી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!