આમ આદમી પાર્ટીની પ્રદેશની ટીમ નિર્ધારીત જનસંવેદના કાર્યક્રમ અંતર્ગત ટંકારા તાલુકાની મુલાકાતે આવી હતી. આપના આગેવાનો ટંકારા ઉપરાંત તાલુકાના નેકનામ અને લજાઈ સહિતના ગામડાઓમા કોરોના દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોને શ્રધ્ધાંજલિ પાઠવી પ્રજાના દરબારમા સીધો સંવાદ યોજ્યો હતો.જેમા, શિક્ષણ, રોજગાર, આરોગ્ય મુદ્દે સરકાર સામે અનેક સવાલો ઉઠાવી પ્રહારો કર્યા હતા.
ગુજરાતમા કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકોને શ્રધ્ધાંજલિ આપવા આમ આદમી પાર્ટીની પ્રદેશની ટીમ જનસંવેદના કાર્યક્રમ અંતર્ગત સોમનાથ થી અંબાજી સુધીના પ્રવાસે નિકળી છે એ દરમિયાન આપની ટીમ ટંકારા તાલુકાના ટંકારા ઉપરાંત તાલુકાના નેકનામ, લજાઈ સહિતના ગામડાઓમા પહોંચી હતી. દયાનંદ સરસ્વતીની જન્મભુમી ટંકારા ખાતે આવેલા આપના ગોપાલ ઈટાલિયાએ ગુજરાતની જનતા હવે શિક્ષણ, સ્વાસ્થ્ય, વીજળી, ખેતી, રોજગારી, પાણી, ભ્રષ્ટાચારમુક્તિ અને જનસુવિધાના મુદ્દે વ્યવસ્થા પરિવર્તન કરવા આમ આદમી પાર્ટીને સમર્થન કરી રહી છે અને રાજ્યમાં સત્તા પરિવર્તન લાવવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મંત્રી અજિત લોખીલ, પ્રવિણ રામ, ખેડૂત અગ્રણી ગોવિંદ લાલાણી, મોરબી જીલ્લા પ્રમુખ યોગેશ રંગપરીયા, યુવા પ્રમુખ યોગરાજસિંહ ઝાલા ઉપપ્રમુખ સંજય ભટાસણા ટંકારા તાલુકા પ્રમુખ નરોતમભાઈ પટેલ, શહેર પ્રમુખ પંકજભાઈ ત્રિવેદી, ધર્મેન્દ્ર કક્કડ, પ્રકાશ દુબરીયા, પ્રકાશભાઈ ચૌહાણ, શૈલેષભાઈ ધોરીયાણી, કૌશિકભાઈ પ્રજાપતી, જોસનાબેન ચૌહાણ સહિતના જોડાયા હતા. શ્રધ્ધાંજલિ સભામા બહોળી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
જન સંવેદના કાર્યક્રમ અંતર્ગત મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારાની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાનુ બ્રહ્મસમાજ દ્વારા સન્માન કરાયું હતુ. અને આપ નો ખોટો વિરોધ કરી રાજકીય હાથા ન બનવા અપીલ કરી હતી. સન્માન પ્રસંગે બ્રહ્મસમાજ-ટંકારા ના અગ્રણીઓ શાંતિભાઈ ત્રિવેદી, દિલીપભાઈ યાજ્ઞિક, અતુલભાઈ ત્રિવેદી, ભાવિન રાવલ, હર્ષ ત્રિવેદી સહિતનાએ ઉપસ્થિત રહી પુષ્પ ગુચ્છ આપી આવકાર્યા હતા. આ તકે, આપ ના પ્રમુખ પંકજભાઈ ત્રિવેદીએ બ્રહ્મસમાજનો આભાર વ્યક્ત કર્યો હતો.