મોરબી આમ આદમી પાર્ટીના મોરબી જીલ્લા પ્રમુખ સહિતના કાર્યકરો દ્વારા મોરબી નગરપાલિકાની મુલાકાતે ગયા હતા ત્યારે નગરપાલિકાના વર્કશોપમાં આશ્ચર્યજનક વસ્તુઓ સામે આવી હતી આ ઉપરાંત પાલિકાના ખરાબ થયી ગયેલ વાહનો, ભંગાર તેમજ વર્કશોપમાં કચરો નાખવાનું અને માણસોની જાહેર મુતરડીનું સ્થળ બની ગયું જોવામાં આવતા આમ આદમી પાર્ટી દ્વારા એક પ્રેસ યાદી તૈયાર કરી પાલિકા તંત્ર સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
મોરબી આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ ગીરીશભાઈ પેથાપરા, કાર્યકારી મહામંત્રી ભાવીન પટેલ, મોરબી શહેર પ્રમુખ હિતેશભાઈ, જીલ્લા ઉપપ્રમુખ ઇક્બાલભાઈ તથા આમ આદમી પાર્ટીના સાથી યુવા કાર્યકર્તાઓ સાથે મળી ગઈકાલ તા. ૩૧ માર્ચ ૨૦૨૪ના રોજ મોરબી નગરપાલીકાના વર્કશોપની મુલાકાતે જતા જ્યાં જોવા મળેલ કે, મોરબી નગરપાલીકાનુ વર્કશોપ નહી પણ ખાલી દારૂની બોટલ સાચવવાનું એક સ્થળ છે તથા વર્કશોપમાં મોરબી નગરપાલીકાના વાહનો મેઇન્ટનન્સના અભાવે સળી રહ્યા છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી મોરબી નગરપાલીકા દ્વારા ‘ભંગારની’ હરાજી કરી વેચવામા આવેલ નથી તો વર્કશોપમાં ચારેબાજુ ભંગાર ખડકાયા છે. અને સૌથી આશ્ચર્ય બાબતમાં મોરબી નગરપાલીકાનુ વર્કશોપ કચરા તથા માણસોની જાહેર મુતરડીનુ એક સ્થળ બની ગસિયું હોવાનું સામે આવ્યું હતું.
ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા તંત્રને અનેક સવાલો કર્યા છે જેમાં શુ મોરબી નગરપાલીકા તેમના ગ્રાઉન્ડની પણ યોગ્ય જાણવણી કરી શકતું નથી ? તો પાલિકા દ્વારા મોરબી શહેરની જાળવણી કરવામા અસમર્થ છે ?, થોડા દિવસો પહેલા મોરબી નગરપાલીકાને મહાનગરપાલીકાનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે મોરબી નગરપાલિકા મહાનગરપાલિકામાં રૂપાંતરિત થશે ત્યારે પણ આવી જ પરિસ્થિતિ રહેશે? ત્યારે આવા તો કેટલાય સવાલ તથા મુદ્દાઓ છે જેનો જવાબ હવે આવનારા ભવિષ્ય જ બતાવશે તેવી આમ આદમી પાર્ટી દ્વારા એક તૈયાર કરેલ યાદીમાં જણાવાયું હતું.