અલાયદો અજાઈબી વાળો મીતાણા ચોકડી પર સ્થિતિ ઓવરબ્રિજનો સર્વિસ રોડ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો કરવો પડે છે. ત્યારે આજ રોજ આ સર્વિસ રોડ સત્વરે ચાલુ કરાવવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, મોરબી-રાજકોટ ચાર માર્ગીય હાઈવે પર ટંકારાથી રાજકોટ તરફ જતાં મીતાણા ચોકડી ખાતે સર્વિસ રોડ બંધ હોવાને કારણે સ્થાનિક ખેડૂતોને તેમની જમીનના કપાતના વળતરની સમસ્યા ઊભી થઈ છે. આ બાબતે ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ પાસે વળતરની માગણી કરવામાં આવી હોવા છતાં, સર્વિસ રોડનો નિકાલ ન થતાં ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઓવરબ્રિજ ચોકડી પડધરીથી વાંકાનેરને જોડતો મહત્વનો રસ્તો છે, જે ટંકારા અને વાંકાનેર તાલુકાના અનેક ગામોને જોડે છે. સર્વિસ રોડ બંધ હોવાને કારણે આ વિસ્તારમાં વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે, જેનાથી સ્થાનિક લોકોની સલામતીને જોખમ ઊભું થયું છે. આમ આદમી પાર્ટી, ટંકારા દ્વારા મોરબી જિલ્લા કલેકટરને વિનંતી કરવામાં આવી છે કે, ખેડૂતોને યોગ્ય વળતર આપીને મીતાણા ચોકડી ખાતેનો સર્વિસ રોડ તાત્કાલિક ચાલુ કરવામાં આવે, જેથી ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ થાય અને અકસ્માતોનું જોખમ ઘટે. આ રજૂઆતમાં ટંકારા પ્રમુખ નરોત્તમ ગોસરા, ઉપપ્રમુખ રાજુભાઈ રૈયાણી, શહેર પ્રમુખ પ્રકાશ દુબરીયા, યુવા પ્રમુખ કુલદીપ ભાગીયા અને પ્રશાંત ચડાણીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.