Sunday, February 23, 2025
HomeGujaratમોરબીમાં સરકારી આયુર્વેદીક દવાખાના પાસે ઉભરાતી ગટરને લઇને આમ આદમી પાર્ટીએ આપી...

મોરબીમાં સરકારી આયુર્વેદીક દવાખાના પાસે ઉભરાતી ગટરને લઇને આમ આદમી પાર્ટીએ આપી આંદોલનની ચીમકી

મોરબીમાં સામા કાંઠા વિસ્તારમાં આવેલી સરકારી મહેન્દ્રસિંહ આયુર્વેદિક દવાખાના ના દરવાજા પાસે છેલ્લા એક વર્ષથી ઉભરાય છે. તેમ છતાં સ્થાનિક નેતાઓને અને જવાબદાર અધિકારીઓને પેટનું પાણી હલતું નથી તેથી સફાઈ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. જેને લઇને આજરોજ મોરબી આમ આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રીએ તંત્ર પર આકરા પ્રહારો કરી વહેલી તકે નિરાકરણ લાવવા જણાવ્યું છે તેમજ હોસ્પિટલ જવાના રસ્તે ગટરોના પાણી હશે તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલી સરકારી મહેન્દ્રસિંહ આયુર્વેદીક દવાખાનાના દરવાજા પાસે છેલ્લા એક વર્ષથી ગટરો ઉભરાય રહી છે. તેમ છતાં ત્યાંના સ્થાનીક નેતાઓ અને જવાબદાર અધિકારીઓ સફાઈ કરવામાં નીષ્ફળ કેમ ? તેવા સવાલો ઉથી રહયા છે. દર્દીને જવા માટે ગટર વાળા રસ્તા જઈ હાલાકીનો સામનો કરવો પડે છે. જે હોસ્પિટલમાં જીલ્લા ક્ષય કેન્દ્ર હોય લોકોને ક્ષય કેન્દ્રમાં જવા માટે ફરજીયાત ઉભરાતી ગટરના પાણીમાંથી ચાલીને જવું પડે છે. જે બાબતને લઇને આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજાએ તંત્ર પર આકરા પ્રહારો કરતા કહ્યુ કે તંત્ર આંખ આડા કાન કરી વહીવટદાર સામે કાર્યવાહી કરતાં નથી. આ હોસ્પિટલ માંદગી દુર કરવાને બદલે માંદગીનું ધર છે એવો કટાક્ષ કર્યો છે. સાથે જ પંકજભાઈ આદ્રોજાએ જણાવ્યુ છે કે તંત્ર જો સફાઈ નહીં કરાવે અને હોસ્પિટલમાં જવાના રસ્તામાં ગટરોના પાણી હશે તો ઉગ્ર આંદોલન કરી હોસ્પિટલને તાળાં બંધી કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!