મોરબીના વાંકાનેર ખાતે આમ આદમી પાર્ટી ના સંયોજક અરવિંદ કેજરીવાલ નો રોડ શો યોજાયો હતો જેમાં લોકોને સંબોધતી વખતે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાબતે ટીકા ટિપ્પણી પર કરી હતી તેમજ આપ દ્વારા આપવામાં આવેલ વાયદાઓ પુરા કરવાનો વાયદો પણ કર્યો હતો.
જેમાં મોરબીના વાંકાનેર ખાતે યોજાયેલા આ રોડ શો માં આપ સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા જણાવાયું હતું કે ડબલ એન્જીન સરકાર લાવશો તો બ્રિજ તૂટી જશે નવું એન્જીન લાવશો તો બ્રિજ નવો બનાવશે અને આ બ્રિજ દુર્ઘટના ના જવાબદારો સામે હજુ પગલાં લેવામાં આવ્યા નથી અને સરકાર જવાબદારીઓને બચાવવનો પ્રયાસ કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.તેમજ દિલ્હી પંજાબ ની જેમ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો અન્ય આપ સાશીત રાજ્યો ની જેમ ગુજરાતમાં પણ વીજળી નું બિલ ઝીરો આવશે અને ગુજરાતમાં પણ સારી સ્કૂલો બનશે જેમ દિલ્હી અને પંજાબ માં બનાવી અને દિલ્હી માં જે કામ કરીને બતાવ્યું છે એ જ વાત કરું છું હું ઈમાનદાર માણસ છું અને ભ્રષ્ટાચાર કરતો નથી અને એક મોકો આપવામાં આવે તો પાંચ વર્ષમાં જો આ બધા કામો ન થાય તો પાંચ વર્ષ પછી મત માંગવા નહિ આવું એવું અરવિંદ કેજરીવાલ જણાવ્યું હતું.