આમ આદમી પાર્ટી દ્વારા મોરબીના ઈન્દિરા નગર વિસ્તારની વિપુલનગર સોસાયટીઓમાં ભરાતા વરસાદી પાણીને લઈ હવે તંત્રને 24 કલાકનું અલ્ટીમેટમ આપી દીધું છે. જો 24 કલાકમાં કામગીરી નહિ કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલન કરવા ચીમકી ઉચ્ચારવામા આવી છે.
આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમ દ્વારા જણાવ્યા અનુસાર, મોરબીનાં સામાકાંઠા વિસ્તારમાં આવેલી સોસાયટીઓ જેમાં ઈન્દિરા નગર વિસ્તારની વિપુલ નગર સોસાયટીઓમાં પીવાના પાણી, રોડ રસ્તા અને ગટરના પ્રશ્નો ધણાં સમયથી હતા. અત્યારની પરીસ્થિતિ જોવા જઈએ તો ત્યાં હાલ ગટરની સુવિધા નથી અને જાજા સમયથી વરસાદી પાણી ભરાઇ ગયા છે. જેમાં સેવાળ તથા મચ્છર, માખી અને જીણી જીણી જીવાતો પણ છે. આ સોસાયટીમાં ભયંકર રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી. આ સોસાયટીના રહીશો દ્વારા તંત્ર અનેક વખત રજૂઆતો કરવા છતાં નજરઅંદાજ કરતા હતા. પણ આજે આમ આદમી પાર્ટીના જીલ્લા ટીમ દ્વારા સોસાયટીના રહીશોને સાથે રાખી મોરબી મહાનગરપાલિકાની કલેક્ટર ઓફિસ મહેન્દ્રનગર ખાતે લેખીત રજુઆત અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. અને સાથે સાથે ૨૪ કલાકમાં અમારી માંગ સ્વીકાર નહીં કરે તો રસ્તા રોકો આંદોલન કરશે એવું અલ્ટીમેટમ આપ્યું છે અને તેમની તમામ જવાબદારી તંત્રની રહેશે એવી ચીમકી ઉચ્ચારી હતી.