મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 2 મહાનગરપાલિકાની 3 બેઠકો અને 18 નગરપાલિકાની 29 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાશે. 6 ઓગસ્ટે પેટાચૂંટણી માટે મતદાન યોજાશે. જેને લઇ આપ ગુજરાત દ્વારા ઝોન વાઈસ નિરીક્ષકો તથા સહનિરીક્ષકોની જવાબદારી આપવામાં આવી છે. જેમાં મોરબી ઝોનમાં નિરીક્ષક તરીકે શિવજીભાઈ મહેશ્વરી અને સહ નિરીક્ષક તરીકે સંજયભાઈ ભટાસણાની નિમણુક કરવામાં આવેલ છે.
મળતી માહિતી અનુસાર, રાજ્યના ચૂંટણીપંચે રાજ્યમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં ખાલી બેઠકો માટેની પેટાચૂંટણીની તારીખો જાહેર કરી છે. ત્યારે નગરપાલિકાઓની ચૂંટણી માટે ‘આપ’ ગુજરાત દ્વારા ઝોન વાઈસ નિરીક્ષકો તથા સહનિરીક્ષકોની જવાબદારી આપવામાં આવી છે. મોરબી ઝોનમાં નિરીક્ષક તરીકે શિવજીભાઈ મહેશ્વરી અને સહ નિરીક્ષક તરીકે સંજયભાઈ ભટાસણાની નિમણુક કરવામાં આવેલ છે. જયારે હળવદ ઝોનમાં નિરીક્ષક તરીકે પ્રણવભાઈ ઠાકર તેમજ સહ નિરીક્ષક તરીકે વિપુલભાઈ કાંતિલાલ ચૌહાણ, મહેન્દ્રભાઈ લાલજીભાઈ વાણીયા, જયેશ વાઘેલા, વિપુલ રબારી તથા વાઘજીભાઈ કરસનભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે.