મોરબીમાં ઘુંટુ ગામેથી એક બાળકના અપહરણનો મામલો સામે આવી રહ્યો છે જેમાં ૧૩ વર્ષીય બાળકનું કોઈ અજંયા માણસો ઘુટુની પ્રાથમીક શાળા પાસેથી અપહરણ કરી ગયા ની ફરિયાદ નોંધાઈ છે.
જે બનાવની વિગત મુજબ મોરબી તાલુકાના ઘુટુ ગામે રહેતા મુકેશ કિરણભાઇ ઉર્ફે પ્રકાશભાઈ પરમાર (ઉ.વ.૧૩ વર્ષ ૬ મહિના ૯ દિવસ) વાળા ને ગત તા ૨૩ ના રોજ બપોરના સમયે ઘુંટુ ગામની પ્રાથમિક શાળા પાસેથી અજાણ્યા ઈસમો અપહરણ કરી ગયા અને બે દિવસ સુધી શોધ કરવા ન મળતા ભોગબનનાર સગીર બાળકના ફૈબા લીલાબેન પીયૂષભાઇ કાલરીયા એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેથી મોરબી તાલુકા પોલીસ દ્વારા આઈપીસી એક્ટ ૩૬૩ હેઠળ ગુનો નોંધી બાળકને શોધી કાઢવા કવાયત હાથ ધરવામાં આવી છે.
તેમજ મોરબી તાલુકા પોલીસ દ્વારા તમામ પ્રકારથી બાળકની ભાળ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અને બાળક નો ફોટો અને માહિતી જાહેર કરવામાં.આવ્યો છે તેમજ આ બાળક ક્યાંય જોવા મળે તો તાત્કાલિક મોરબી તાલુકા પોલીસ નો સમ્પર્ક કરવા લોકોને અપીલ કરવામાં આવી છે.