મોરબી પંથકમાં છેલ્લા ત્રણેક મહિનાથી અલગ અલગ ત્રણ વોર્ડની પંચાસર ચોકડી થી દલવાડી સર્કલ તેમજ અવની ચોકડી સુધીની ૪૦થી વધુ સોસાયટીઓ ના લોકોને યોગ્ય પ્રમાણમાં પાણી મળતું ન હતું જેની અનેક વાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી ત્યારે મોરબીના રહેવાસીઓ દ્વારા ધારાસભ્ય કાંતિ અમૃતિયાને પાણી પ્રશ્નોનો નીકાલ થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી શહેરના ત્રણ વોર્ડની ૩૫- ૪૦ જેટલી સોસાયટીમાં તેમજ આસપાસના ૩૦ થી વધુ ખેતરોમાં પાણીની છેલ્લા ત્રણેક મહિનાથી પાણીની સમસ્યા સતાવી રહી હતી.ત્યારે સ્થાનિક રહેવાસીઓ દ્વારા ધારાસભ્ય કાંતિ અમૃતિયાને રજૂઆત કરતા ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા સ્થળ પર પહોંચી તપાસ કરતા ૨૫ નંબરનો એર વાલ્વ બગડી ગયો હોવાનું સામે આવ્યું હતું જેથી ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ તાબડતોબ અધિકારીઓને સ્થળ પર બોલાવીને ત્યાં જ રીપેરીંગ કરાવ્યું હતું અને તમામ લોકોના પાણીનો પ્રશ્નનો કાયમી નિકાલ લાવ્યો હતા. ત્યારે સ્થાનિક રહેવાસીઓના ત્રણ મહિના જુના પ્રશ્નોનો કાયમી નિરાકરણ લાવતા સ્થાનિક ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો આભાર માન્યો હતો.