વિશ્વ પર્યાવરણ દિવસ (5 જૂન) એ એક એવો પ્રસંગ છે જે સમગ્ર દેશમાં લાખો લોકોને પર્યાવરણ માટે જાગૃતિ અને પગલાં માટે એકસાથે લાવે છે. આ વર્ષે, ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે મિશન લાઈફ Plantation Program પર ભાર મુકીને વિશ્વ પર્યાવરણ દિવસ 2023ની ઉજવણી કરવાની કલ્પના કરી છે. જેને લઈ આજ રોજ કલ્યાણપર ગામે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં આસરે ૮૫૦૦ જેટલા વૃક્ષનું વાવેતર કરવાનુ આયોજન છે. આ કાર્યક્રમમા આર.એફ.ઓ., સરપંચ મનહરભાઈ દુબરિયા, ટંકારા તાલુકા ભાજપ ઉપપ્રમુખ દિનેશભાઈ વાધરિયા તેમજ કલ્યાણપરના બહોળી સંખ્યામા ગ્રામજનો હાજર રહ્યા હતા.