મધ્યપ્રદેશ ખાતેથી સગીરવયની બાળાનું અપહરણ કરી છેલ્લા પાંચ માસથી નાસતો ફરતો આરોપીને મોરબી ખાતે થી પકડી પડવામાં આવ્યો છે અને ભોગબનનારને મોરબી ખાતેથી એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ યુનિટ દ્વારા સોધી કાઢવામાં આવ્યા છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ યુનિટ મોરબી જિલ્લા વિસ્તારમાં કાર્યરત હોઈ ત્યારે યુનિટના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હોઈ કે મોરબીના બંધુનગર વિસ્તારમાં મધ્યપ્રદેશ રાજ્ય ખાતેથી સગીરવયની બાળાનું અપહરણ કરી લઇ આવેલ આરોપી ભોગબનાનાર બાળા સાથે સંકસ્પદ હાલતમાં રાહે છે. ત્યારે એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ યુનિટ અને ટેકનિકલ ટીમ મધ્યપ્રદેશ ખાતે એસ.ડી.પી.ઓ. શ્રી યશસ્વી સિંદે સાહેબ સાથે ટેકનિકલ સંપર્ક રાખી મધ્યપ્રદેશના નીમય જિલ્લાના મનાસા પોલીસ મથકમાં નોંધાયેલ અપહરણ ના ગુન્હાનો આરોપી બંધૂનગર વિસ્તારમાં ભોગબનનાર બાળા સાથે સંકસ્પદ રીતે રહેતો હોઈ ત્યારે તેમના બંનેના ફોટોગ્રાફ્સ મેળવી કાર્યવાહી કરી પાંચ માસ માસથી નાસતો ફરતો આરોપી નેપાલ ફુલચંદ બૈરાગી ઉ.વ. ૨૪ રહે મધ્યપ્રદેશ વાળો મળી આવ્યો હતો ત્યારે તેને પકડી ધોરણસરની કાયૅવાહી હાથ ધરી છે. ઉપરાંત એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ યુનિટ દ્વારા ભોગબનનારનો પણ બચાવ કરવામાં આવ્યો છે.