નિર્દોષ વિદ્યાર્થીનીઓના ભવિષ્ય સાથે છેડા કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગણી
હળવદ તાલુકાના મેરૂપર ગામે 17 વિદ્યાર્થીનીઓને શારીરિક માનસિક ત્રાસ આપવાની ઘટના થી વાલીઓમાં ઉહાપોહ મચી જવા પામ્યો હતો. જે બાબતે હળવદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મેરુપર ગામે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ની શિક્ષિકાઓ દ્વારા હોસ્ટેલ માં રહેતી વિધાર્થીની ઓને ત્રાસ આપવા બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિદ્યાર્થી હિત તેમજ રાષ્ટ્ર હિત માટે કાર્ય કરતું વિશ્વ નું સૌથી મોટું છાત્ર સંગઠન છે.જે વિધાર્થીઓ માટે રચનાત્મક તેમજ આંદોલનાત્મક કાર્યક્રમો આપતું રહ્યું છે.
હાલ મા હળવદ ના મેરૂપર ગામ ની કસ્તુરબા છાત્રવાસ માં શિક્ષકો દ્વારા છાત્રાઓ પાસે વ્યક્તિગત કામ કરાવવા તેમજ તેમને ધાક ધમકીઆપી મારપીટ જેવા કૃતયો કરવાંમાં આવ્યા હોય તેના લીધે તા.૧૮/૦૯/૨૦૨૨ રવિવાર ના રોજ ૧૭ છાત્રાઓ ને હોસ્પિટલ લઈ જવી પડી તે એક નિંદનીય ઘટના છે. શિક્ષકો ની પોત પોતાની લડાઈ માં વિદ્યાર્થીઓ ને ક્યા સુઘી ભોગ બનવાનો.આ બાબતે તાત્કાલિક ધોરણ થી કસૂરવાર ને કડક માં કડક સજા થાય અને બીજી વાર આવી ઘટના ન બને તે બાબતે ધ્યાન દોરવા હળવદ એબીવિપી ના નગર મંત્રી રાજવીરસિંહ ઝાલા એ જણાવ્યું હતું.