અખિલ ભારતીય વિધાર્થી પરિષદ છેલ્લા 75 વર્ષથી વિધાર્થીઓના હિત માટે કાર્યરત રહી વિધાર્થીઓને થતા અન્યાય સામે લડત આપતું વિશ્વનું સૌથી મોટું વિધાર્થી સંગઠન છે. જેઓ દ્વારા આજ રોજ L.E.ડિગ્રી COLLEGE ખાતે પીવાના પાણી અને સ્વચ્છતા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
અખિલ ભારતીય વિધાર્થી પરિષદના જણાવ્યા અનુસાર, મોરબીની L.E. ડિગ્રી કોલેજ ખાતે ઘણા સમયથી પાણીના કૂલર હોવા છતા બંધ હાલતમાં છે અને જેના લીધે પીવાનું પાણી વિદ્યાર્થીઓને મળતું નથી અને કોલેજ કેમ્પસમાં સ્વચ્છતા નથી બાથરૂમમાં પણ સ્વચ્છતા નથી અને હોસ્ટેલમાં પણ ઘણી બધી સમસ્યાઓ છે. જેના લીધે વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે. આ બાબતે વિદ્યાર્થી હિત માટે આવેદનપત્ર LE કોલેજના પ્રિન્સીપાલને આપવામાં આવ્યું હાટુ. તેમજ આ પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.