Friday, January 10, 2025
HomeGujaratABVP મોરબી દ્વારા તબીબી સ્નાતકની ફીમાં કરાયેલ ધરખમનો વિરોધ કરાયો : ડીનને...

ABVP મોરબી દ્વારા તબીબી સ્નાતકની ફીમાં કરાયેલ ધરખમનો વિરોધ કરાયો : ડીનને આવેદપત્ર પાઠવાયું

અખિલ ભારતીય વિધાર્થી પરિષદ છેલ્લા 75 વર્ષ થી વિધાર્થીઓના હિત માટે કાર્યરત રહી વિધાર્થીઓને થતા અન્યાય સામે લડત આપતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થી સંગઠન છે. ત્યારે રાજયની 13 GMERS કોલેજોની તબીબી સ્નાતકની ફીમાં ધરખમ વધારો પાછો લેવા ABVPએ GMERS કોલેજનાં ડીનને આવેદન પાઠવી રજુઆત કરી હતી અને ફી વધારો પાછો નહિ ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

- Advertisement -
- Advertisement -

અખિલ ભારતીય વિધાર્થી પરિષદે ડીનને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ગત તારીખ 20 જુલાઇ 2023 ના રોજ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે, જીએમઇઆર સોસાયટી ની સહી વાળા પરિપત્ર થકી વર્ષ 2023-24 માટે પ્રવેશ પ્રક્રિયા શરુ કરવા મા આવેલ. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા ૨૦/ ૭/૨૩ ના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ જેમાં રાજ્યની 13 GMERS મેડિકલ કોલેજની ફિનો વધારો જેમાં સરકારી કોટામાં ૩૩૦ લાખથી વધીને 5.50 લાખ મેનેજમેન્ટ કોટામાં 9 લાખ થી 17 લાખ કરવામા આવેલ છે. સરકાર દ્વારા GMERS થકી વિધાર્થીને શુલભ શિક્ષણ ઉપ્લબ્ધ કરવા રચના કરવામાં આવેલ છે. ત્યારે સરકારી કોટ મા 66.66 % ને મેનેજમેન્ટમા 88.88 % નો ફી વધારો કેટલું વ્યાજવી છે ? એક જ શૈક્ષણિક વર્ષમાં ફીનો વધારો યોગ્ય અને વિધાર્થી હિતનો જણાતો નથી. ગુજરાતની 13 GMERS જે જિલ્લાઓમાં આવેલ છે ત્યાં વિધાર્થીઓ પાસે લગભગ બીજી કોઈ સરકારી તબીબી કોલેજો આવેલ નથી. મધ્યમ વર્ગના વિધાર્થીઓ આ GMERS કોલેજોના આધારે જ પોતાનો ભાવિ તબીબી શિક્ષણ જોઈ રહ્યા હતા. પરંતુ આ એક પરિપત્ર માત્રથી ફીમાં આટલો વધારો કરવોએ વિધાર્થીઓ સાથે અન્યાય કરતો નિર્ણય છે. જેથી તેજસ્વી વિધાર્થીઓને પોતાના રાજ્ય/દેશ છોડી બીજા રાજ્ય/દેશમા મેડિકલની શિક્ષા પ્રાપ્ત કરવા મજબૂર થવુ પડ્યુ છે. અખિલ ભારતીય વિધાર્થી પરિષદ સ્પષ્ટરૂપે માંગ કરે છે કે GMERS કોલેજોમાં તબીબી સ્નાતકમાં પ્રવેશ ઇચ્છુક વિધાર્થીઓના ફી ધોરણમાં કરેલ વધારો 7 દિવસમાં પાછો ખેંચી વિધાર્થી હિતમા નિર્ણય કરવામાં આવે. એવી અભાવિપ માંગ કરે છે. જો વિધાર્થી હિતમા નિર્ણય ન આવે તો અભાવિપ પાસે ઉગ્ર આંદોલન કાર્ય સિવાય રસ્તો રહેશે નહિ, જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. તેમ અખિલ ભારતીય વિધાર્થી પરિષદે ડીનને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!