સમગ્ર દુનિયા 14 ફેબ્રુઆરીના રોજ પ્રેમનું પર્વ, વેલેન્ટાઈન ડે ઉજવતો હોય છે. પરંતુ ભારત માટે આ કાળો દિવસ હતો. ભારતના જન્નત ગણાતા જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલ હુમલાને કારણે 14 ફેબ્રુઆરીનો દિવસ ભારત માટે ‘બ્લેક ડે’ તરીકે ઓળખાય છે. ત્યારે ABVP મોરબી શાખા દ્વારા શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે. જેમના દ્વારા ગઈકાલે 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડેના દિવસે જમ્મુ-કાશ્મીરમાં ઘટેલ ઘટનાને લઇ શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ABVP મોરબી શાખા દ્વારા પુલવામા એટેકમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં તેઓએ મીણબત્તી કરી બે મિનિટનું મૌન પાડ્યું હતું.