મોરબી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તરફથી ૩૦ ઓક્ટોબરનાં રોજ ઝૂલતા પુલ દુર્ઘટનાની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ દિવંગત આત્માને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી છે.
મોરબી શહેરમાં ૩૦ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ બનેલી ભયાનક ઝૂલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોનાં મૃત્યુ થયા હતાં, જે ઘટનાએ સમગ્ર રાજ્ય સહિત દેશને હચમચાવી દીધો હતો. આ દુર્ઘટનાની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. ABVPના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓએ મોરબીમાં એકત્રિત થઈને દુર્ઘટનામાં મૃત્યુ પામનાર તમામ દિવંગત આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળ્યું હતું.


 
                                    






