Monday, November 18, 2024
HomeGujaratજ્ઞાન સહાયક યોજના રદ કરવા બાબતે ABVP મોરબી દ્વારા કલેક્ટર કચેરી ખાતે...

જ્ઞાન સહાયક યોજના રદ કરવા બાબતે ABVP મોરબી દ્વારા કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજાયા

TAT-TET પાસે ઉમેદવારોની જ્ઞાન સહાયક યોજના હેઠળ ભરતી કરવાની છે. રાજ્યભરમાં ઉમેદવારો તથા સંગઠન વિરોધ કરી રહ્યા છે. ત્યારે ABVP મોરબી દ્વારા જ્ઞાન સહાયક ભરતીને લઈ TET TAT ના પરીક્ષાર્થીઓના ન્યાય માટે કલેક્ટર કચેરી ખાતે ધરણા કરી વિરોધ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

ABVP મોરબીના જણાવ્યા અનુસાર, અખિલ ભારતીય વિધાર્થી પરિષદ છેલ્લા 75 વર્ષ થી વિધાર્થીઓના હિત માટે કાર્યરત રહી વિધાર્થીહિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું વિશ્વ નું સૌથી મોટું વિધાર્થી સંગઠન છે. TET TAT ની પરીક્ષામાં જે સરકાર દ્રારા જ્ઞાન સહાયક યોજનાના વિરોધમા ABVP અને ઉમેદવારો દ્વારા કલેકટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. અને આ જ્ઞાન સહાયક યોજના રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. જેઓની માંગ નહી સ્વીકારવામાં આવે તો ગાંધીનગર ખાતે ઉગ્ર રજુઆત કરવામાં આવશે તેવી ABVP મોરબી દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!