Saturday, December 28, 2024
HomeGujaratમાળિયા મી.-દેરાળા રૂટ પર બસોની સંખ્યા વધારવા ABVPની એસ.ટી વિભાગમાં ઉગ્ર રજૂઆત

માળિયા મી.-દેરાળા રૂટ પર બસોની સંખ્યા વધારવા ABVPની એસ.ટી વિભાગમાં ઉગ્ર રજૂઆત

માળિયા મી.-દેરાળા રૂટ પર એસ.ટી વિભાગની બસોની સંખ્યા ઓછી હોવાથી વિધાર્થીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેને લઇ આજ રોજ ABVP મોરબી શાખા દ્વારા વિધાર્થીઓને માળિયા-દેરાળા રૂટને લઈને સમસ્યાનું સમાધાન કરવામાં આવે જેથી વિધાર્થીઓને હાલાકી ભોગવવી ન પડે તે બાબતે વિધાર્થીઓને સાથે રાખી એસ.ટી વિભાગમા ઉગ્ર રજૂઆત કરાવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિત ના કાર્યરત વિશ્વનું સોથી મોટું વિધાર્થી સંગઠન છે. આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા માળિયા – દેરાળા રૂટ પરની બસ એક જ આવે છે. જ્યારે બસની સામે વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી વિધાર્થીઓને અનેક પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. વિધાર્થી દ્રારા અનેક વાર એસ.ટી વિભાગમા મૌખિક રજુઆત કરવામાં આવી પણ એસટી તંત્ર દ્વારા વિધાર્થીની વાત સાંભળવા ન આવી હોવાથી વિદ્યાર્થી હિત માટે આજ રોજ ABVP દ્વારા એસટી વિભાગને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. તેમજ આગામી સમયમાં વિધાર્થીની સમસ્યા ઉકેલવામાં નહિ આવે તો આંદોલન કરવામાં આવશે. તેવી ABVP મોરબી શાખા દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!