કાછીયાગાળા સર્વે નંબર માથી પસાર થતી ઢાંકી – સુરેન્દ્રનગર થી હડાળા – રાજકોટ જતી GWIL નર્મદાની પીવાના પાણીની પાઇપ લાઇન માથી ફરિયાદી અને તેના મિત્રએ પાણીનુ કનેકશન લીધેલ હોય જે બાબતે આરોપીઓએ આઠેક દિવસ પહેલા ફરિયાદીને બોલાવી પાણીના બન્ને કનેકશન દુર કરાવી ફરીયાદીને કનેકશન બાબતે હેરાન કરી લાંચ માંગતા ફરીયાદીએ એ.સી.બી.ને ફરિયાદ કરતા બંને આરોપી 40,000 ની લાંચ સ્વીકારતા પકડતા તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
મળતી માહિતી અનુસાર કાછીયાગાળા સર્વે નંબર માથી પસાર થતી ઢાંકી – સુરેન્દ્રનગર થી હડાળા – રાજકોટ જતી GWIL નર્મદાની પીવાના પાણીની પાઇપ લાઇન માથી ફરિયાદી અને તેના મિત્રએ પાણીનુ કનેકશન લીધેલ હોય જે આરોપીઓએ આઠેક દિવસ પહેલા ફરિયાદીને બોલાવી પાણીના બન્ને કનેકશન દુર કરાવી ફરીયાદીને કનેકશન બાબતે અવાર નવાર રૂબરૂ બોલાવી ફરીયાદીને બન્ને પાણીના કનેકશન બાબતે તેઓ ઉપર કેસ કરી બન્નેને દશ – દશ લાખનો દંડ કરાવશે અને તેઓની જમીન ઉપર બોજો આવશે તેવી બીક બતાવી આરોપી સુમાર ઉર્ફે સમીર નુરમામદભાઇ જુણેજા અને હિરેનભાઇ ઉર્ફે બાપુ ચંદુભાઇ કોટડીયાએ સાથે મળી કેસ નહી કરવાના પ્રથમ બન્ને વચ્ચે રૂ.1,50,000/-ની માંગણી કરી રકજકના અંતે એકના રૂ.50,000/-લેખે બન્નેના રૂ. 1,00,000/-આપવાનુ કહી બાદ ફરીયાદીને આક્ષેપીત અવાર નવાર ફોન કરી બોલાવી ફરીયાદીના મિત્રનો પણ વહીવટ કરાવી દેવા દબાણ કરી ફરીયાદી પાસે લાંચની માંગણી કરાતા ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનુ આયોજન કરતા આ કામના આરોપીઓ એ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી લાંચના નાણા રૂ.40,000/- સ્વિકારી એકબીજાને મદદગારી કરી સ્થળ ઉપર બન્ને પકડાઈ જતા એ.સી.બી.એ આરોપીઓને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.