રાજકોટ એકમ એસિબીના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.એચ ગોહિલના સુપરવિઝન હેઠળ સુરેન્દ્રનગર એસીબી દ્વારા સફળ ટ્રેપ ગોઠવી લાંચની લેતા પીજીવીસીએલની પેટા વિભાગની કચેરી વઢવાણ નાયબ ઇજનેર ઝડપી લેવાયો છે.
એ.સી.બી એ જાગૃત નાગરિકની ફરિયાદને આધારે છટકું ગોઠવી લાંચની માગણી કરનાર વઢવાણ પીજીવીસીએલ પેટા વિભાગની કચેરીના નાયબ ઇજનેરને પકડી પાડયો છે. જેમાં ફરીયાદીના મોટાબાપુએ પોતાના ખેતરમાં વિજ કનેકશન મેળવવા માટે નાયબ ઇજનેર પી.જી.વી.સી.એલ. પેટા વિભાગની કચેરી વઢવાણ ખાતે અરજી કરી હતી. જે વીજ કનેકશન આપવા માટેની કાર્યવાહી માટે ફરીયાદીએ નાયબ ઇજનેરનો રૂબરૂ સંપર્ક કરતાં નાયબ ઇજનેર કનેકશન આપવા માટે રૂ.૫,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. જે ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ એ.સી.બી. નો સંપર્ક કરતા એ.સી.બી. એ લાંચનું છટકુ ગોઠવતા નાયબ ઇજનેદે ફરીયાદી સાથે વાતચીત કરી લાંચની રકમ રૂા.૫,૦૦૦/- ફરીયાદી પાસેથી માંગી, સ્વીકારી પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરપયોગ કરતા એ.સી.બી.એ પેટા વિભાગ કચેરી વઢવાણના પિજીવિસીએલના નાયબ ઇજનેર આરોપી પરેશકુમાર વિઠ્ઠલદાસ પંચાલને ઝડપી પાડ્યો છે.
આ કામગીરીમાં સુપર વિઝન અધિકારી તરીકે કે.એચ.ગોહિલ, ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ તેમજ ટ્રેપીંગ અધિકારી એમ.ડી.પટેલ,પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન સુરેન્દ્રનગર જોડાયા હતા.