મોરબીમાં માર્ગ અકસ્માતોની ઘટના દિન પ્રતિદિન વધી રહી છે. જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થાય છે. તથા પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે આવા જ એક અકસ્માતની ઘટના મોરબીનાં લીલાપર ચોકડી નજીકથી સામે આવી છે. જેમાં કાર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થતાં અટકી હતી.

મળતી માહિતી અનુસાર, મોરબી લીલાપર ચોકડી નજીક આજે સવારે એક ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો. જેમાં કાર અને ટ્રેકટર વચ્ચે સર્જાયેલ ભયાનક અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો હતો. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થતાં અટકી હતી. તેમજ બનાવને પગલે સ્થળ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે બનાવની જાણ થતા જ મોરબી ટ્રાફિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર અને ટ્રેકટરને રસ્તા વચ્ચેથી દૂર કરી ટ્રાફિક ક્લીઅર કરાવ્યું હતું.









