Tuesday, October 27, 2026
HomeGujaratવાંકાનેરના અમરસર નવાપરા પાસે બોલેરો અને બુલેટ વચ્ચે અકસ્માત: એકનું મોત, ચાલકને...

વાંકાનેરના અમરસર નવાપરા પાસે બોલેરો અને બુલેટ વચ્ચે અકસ્માત: એકનું મોત, ચાલકને ફ્રેક્ચર

પૂરઝડપે આવતી બોલેરોએ બુલેટને ટક્કર મારતાં યુસુફભાઈને ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન મોત.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના અમરસર નવાપરા પાસે રોડ ઉપર પાંચ દિવસ અગાઉ રાત્રિના બોલેરો અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બોલેરોના ચાલકે પૂરઝડપે વાહન ચલાવી બુલેટને ટક્કર મારતાં બુલેટ ચાલકને મોઢાના જડબાના ભાગે અને ડાબા પગે ફ્રેક્ચર જેવી ઇજાઓ થઈ હતી, જ્યારે બુલેટની પાછળ બેસેલ યુસુફભાઈને માથાના ભાગે ગંભીર તથા પેટના ભાગે સામાન્ય ઇજાઓ થતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલ બુલેટના ચાલકની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, તીથવા ગામના રાયધનભાઈ પરબતભાઈ બાંભવા ઉવ.૨૨ ગત તા.૨૨/૧૦ના રોજ તેમનું બુલેટ મોટરસાઇકલ નંબર જીજે-૩૬-બીસી-૦૦૨૮ વાળું લઈને જતા હોય તે દરમિયાન અમરસર નવાપરા પાસે બોલેરો રજી.નં. જીજે-૩૬-વી-૪૨૮૦ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેદરકારીથી ચલાવી બુલેટને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રાયધનભાઈને ઇજાઓ થઈ હતી અને યુસુફભાઈને ગંભીર ઇજા થતાં તેમનું મોત નીપજ્યું હતું. હાલ વાંકાનેર સીટી પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વ્હિકલ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!