Wednesday, December 25, 2024
HomeGujaratમાળીયા(મી)ના દેવગઢ ગામ નજીક છકડો રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત,બાઇક ચાલક યુવકનું...

માળીયા(મી)ના દેવગઢ ગામ નજીક છકડો રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત,બાઇક ચાલક યુવકનું મોત

માળીયા(મી)ના નાની બરાર થી જાજાસર ગામ તરફ જવાના રસ્તે બાઇક અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો, જેમાં છકડો રીક્ષાના ચાલકે પોતાનું વાહન પુરગતિએ ચલાવી બાઇકને ઠોકરે ચડાવતા બાઇક ચાલકને સારવાર મળે તે પહેલાં તેનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે છકડો રીક્ષા ચાલકને પણ ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી, હાલ અકસ્માતના બનાવ મામલે મૃતક યુવકના કુટુંબી ભાઈની ફરિયાદને આધારે માળીયા(મી)પોલીસે આરોપી છકડો રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા.૦૧/૧૧ રોજ માળીયા(મી) તાલુકાના નાની બરાર ગામે રહેતા કિશનભાઈ ચંદુભાઈ બકુત્રા ઉવ.૧૯ વાળો પોતાના મિત્રનું કે.ટી.એમ. બાઇક રજી.નં. જીજે-૩૬-પી-૩૦૩૩ વાળું લઈને જાજાસર ગામથી નાની બરાર ગામ વચ્ચે ચક્કર મારવા નીકળ્યો હતો તે દરમિયાન દેવગઢ ગામ નજીક રોડ ઉપર સામેથી છકડો રીક્ષાના ચાલક દ્વારા પોતાની રીક્ષા રજી.નં. જીજે-૧૦-યુ-૪૧૭૨ પુરગતિએ અને ગફલતભરી રીતે ચલાવીને આવી ઉપરોક્ત બાઈક સાથે અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં બાઇક ચાલક કિશનભાઈને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હોય જેથી તેમને સારવાર અર્થે બેશુદ્ધ હાલતમાં ૧૦૮ મારફત માળીયા(મી) સરકારી હોસ્પિટલ લાવતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે કિશનભાઈને મૃત જાહેર કર્યા હતા, બીજીબાજુ ગંભીર અકસ્માતમાં છકડો રીક્ષા ચાલક દિનેશભાઇ દેવદાનભાઈ ચાવડા રહે.નાની બરાર વાળાને પણ હાથ અને પગમાં ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી. સમગ્ર અકસ્માતના બનાવ મામલે મૃતકના કુટુંબી ભાઈ કરશનભાઇ જશાભાઈ બકુત્રાએ છકડો રીક્ષા ચાલક આરોપી દિનેશભાઇ ચાવડા વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!