રાજકોટ મોરબી રોડ પર ટંકારા નજીક આવેલી ખજૂરા હોટલ પાસે સીએનજી રિક્ષા અને બોલેરો ગાડી સાથે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જે અક્સ્માત સર્જાયા મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા કણસાગરિયા પરીવારના ચાર લોકોને ઈજા પહોંચતા ૧૦૮ મારફતે પહેલા ટંકારા અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા.
મળતી વિગતો અનુસાર, ટંકારાથી રાજકોટ તરફ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા કણસાગરિયા પરીવારના લિલાબેન કિશોરભાઈ, પુત્ર અમર કિશોરભાઈ, પુત્રવધૂ સોભનાબેન અમરભાઈ અને પૈત્ર રાજ અમરભાઈ સિએનજી રિક્ષા નંબર GJ-03-BX-9500 બેસી રાજકોટ તરફ જતા હતા. ત્યારે ટંકારાથી થોડે દૂર ખજુરા હોટેલ નજીક આગળ રહેલ બોલરો નંબર GJ36V6165 સાથે રિક્ષાએ ધડાકાભેર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયા હતો. જે અકસ્માતમાં ધાયલની ચિસો સાંભળી રાહદારીઓએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા પાઈલોટ યુવરાજસિંહ અને ઈટીએમ રૂબિયાબેન ખુરેશી તાત્કાલિક ધટના સ્થળે પહોંચી ઈજા ગ્રસ્ત ચારેયને પ્રથમ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી ડોક્ટર ભાસ્કર વિરસોડીયાએ વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યા હતા. જે અક્સ્માતના બનાવના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે