Friday, December 27, 2024
HomeGujaratમોરબી-રાજકોટ હાઇવે પર હરબટીયાળી પાસે ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત, એક ઈજાગ્રસ્ત

મોરબી-રાજકોટ હાઇવે પર હરબટીયાળી પાસે ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત, એક ઈજાગ્રસ્ત

અકસ્માતને પગલે મોરબી-રાજકોટ રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયા બાદ પોલીસે ધટના સ્થળે દોડી જઈ ટ્રાફિક પૂર્વવત કર્યો, ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો. 

- Advertisement -
- Advertisement -

મોરબી રાજકોટ હાઈવે પર હરબટીયાળી ગામ પાસે આજે સવારે 11 વાગ્યાની આસપાસ માલધારી ઢોરના ધણને લઈને રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે રાજકોટ તરફથી આવતા ડમ્પરને આડે ઢોર આવી જતા ડમ્પરચાલકે ઓચિંતી બ્રેક મારી હતી. જેથી, તેની પાછળ આવતા આઇસર ટ્રક ડમ્પર પાછળ ધડાકાભેર ઘુસી ગયો હતો. આ અકસ્માતમાં આઇસર ચાલક ધર્મેન્દ્રસિંહ પરમારને ગંભીર ઇજા થઈ હતી.આ બનાવની જાણ થતા ટંકારા 108 એમ્બ્યુલન્સ સેવાના પાયલોટ છેલુંભાઈ અને ડૉ.વલ્લભભાઈ લાઠીયાએ ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા. આ અકસ્માતના બનાવને પગલે મોરબી રાજકોટ રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયા બાદ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!