Wednesday, January 8, 2025
HomeGujaratટંકારા લતીપર હાઇવે પર એસટી બસ અને મીની ટેમ્પો વચ્ચે સર્જાયો અકસ્માત:એસટી...

ટંકારા લતીપર હાઇવે પર એસટી બસ અને મીની ટેમ્પો વચ્ચે સર્જાયો અકસ્માત:એસટી ડ્રાઈવર ઈજાગ્રસ્ત

ટંકારા લતીપર હાઈવે પર દિવસે ને દિવસે અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે ટંકારાના લતિપર રોડ પર આજરોજ એસ.ટી બસ અને મિની ટેમ્પો વચ્ચે ટક્કર સર્જાઈ છે. જેના કારણે એસ.ટી.બસનો કાચ તુટયો છે તો મિની ટેમ્પાનો એક બાજુનો ભાગ બુકડો બોલી ગયો છે. જ્યારે ઇજાગ્રસ્ત પ્રવીણભાઈ પૂજારાને સારવાર માટે 108 મારફતે તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારાથી જામનગર હાઈવે ઉપર જબલપુરથી થોડે દૂર પેટ્રોલ પંપ નજીક સરકારી એસટી બસ નં જીજે 18 ઝેડ 6754 સામે જીજે 13 એએક્ષ 2379 સામ સામે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસનો આગળનો કાચનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો જ્યારે મિની ટેમ્પોનો એક સાઈડથી કુચડો બોલી ગયો હતો. આ અકસ્માત ડ્રાઈવર ઉંમર વર્ષ 50 વાળા પ્રવિણભાઈ પુજારાને પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા ટંકારા 108ને જાણ કરતા પાઈલોટ તથા ઈટીએમ રૂબિયાબેન ખુરેશી તાત્કાલિક ધટના સ્થાને પહોચી ધાયલને ચાલુ સારવારે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. જે બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!