Friday, September 20, 2024
HomeGujaratમોરબી-માળીયા હાઇવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત:ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ...

મોરબી-માળીયા હાઇવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત:ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

ગત તા. ૨૫ ના રોજ મોરબી માળીયા હાઇવે પર આવેલ અમરનગર રોટરીનગર પાસે ટ્રક નં જીજે-૧૨-વાય-૮૫૯૪ નમ્બરના ચાલકે પુર ઝડપે ટ્રક ચલાવી હાઇવે પર અચાનક જોરદાર બ્રેક મારતા પાછળ આવી રહેલ એસટી બસ નં જીજે-૧૮-જેડ-૧૧૩૨ ના ડ્રાઇવર એ બસ પર કન્ટ્રોલ કરવાનો પ્રયત્ન કરવા છતાં બસ ટ્રક સાથે અથડાઈ હતી જેમાં બસના ડ્રાઇવર દિલીપભાઇ ભગવાનજીભાઈ મકવાણા (ઉ.વ.૪૧) વાળાને પગમાં ફ્રેક્ચર અને કંડક્ટર ઋત્વિકભાઈ અંબારામભાઈ ને હાથમાં ફેક્ચર અને અન્ય એક મુસાફર કમલેશભાઈ ને જમણા હાથના ખભા પર મૂઢ જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ટ્રક ડ્રાઇવર પોતાનો ટ્રક રેઢો મૂકી નાસી છૂટ્યો હતો.જેથી તમામ ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા જે બાદ એસટી ડ્રાઇવર દિલીપભાઇ દ્વારા ઉપરોક્ત ટ્રક નં ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!