વાંકાનેર બાઉન્ટ્રી પાસે ભલગામ પેટ્રોલ પંપથી થોડે દૂર વાંકાનેર બાઉન્ટ્રી નેશનલ હાઇવે રોડ પર ગુરુવારે બપોરે ખાનગી ટ્રાવેલ્સની બસ સાથે કાર ધડાકાભેર અથડાઇ પડતાં કારમાં સવાર બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જયારે એકને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
મળતી માહિતી અનુસાર, રાજકોટના કુચીયાદળ ખાતે રહેતા રામજીભાઇ ચનાભાઇ જાડા નામના યુવક ગત તા.૦૪/૦૫/૨૦૨૩ ના બપોરના સમયે GJ.૦૩.ME.2477 નંબરની ઇક્કો કારમાં વાંકાનેર બાઉન્ટ્રી પાસે ભલગામ પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે GJ-18-AZ-9146 નંબરના એસ.ટી લક્ઝરી બસના ચાલકે પુરઝડપે બસ ચલાવી વાંકાનેર બાઉન્ટ્રી નેશનલ હાઇવે રોડ ઉપર સાઇડે જતી ઇક્કો કારની સાઇડે પોતાની બસ ભટકાડી ફરિયાદી રામજીભાઇને મોઢામા દાંત પડી ગયેલ તેવી તેમજ હોઠના ભાગે ઇજા કરી તેમજ સાથેના કરશનભાઇ તથા સંજયભાઇને નાની-મોટી ઇજા કરતા સમગ્ર મામલે એસ.ટી લક્ઝરી બસના ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.