મોરબી કચ્છ નેશનલ હાઇવે પર આવેલ દેવ સોલ્ટની નજીક પુર ઝડપે આવતા ટ્રેઇલરે ટ્રેકને ઠોકર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ચાલકને ઇજા પહોંચતા માળીયામિયાણા પોલિસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
દેવ સોલ્ટ નજીક પુર ઝડપે આવતા ટ્રેઇલર જી.જે-૧૨-બી.ટી-૬૮૯૯ ના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક નંબર- જીજે-૧૦-ઝેડ-૯૨૮૨ સાથે અથડતા એક્સમાંત સર્જાયો હતો જેમાં પલટી મારી જતા મહેન્દ્રસિંહ લખુભા સરવૈયા નામના ટ્રક ડ્રાઇવરને ઇજા થવા પામી હતી. ડાબા હાથમા તથા સાહેદના જમણા પગમા ફેકચર સહિતની ઇજા પહોંચતા મહેન્દ્ર ભાઈએ માળીયા મીયાણા પોલીસ મથકમાં ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.