Monday, January 13, 2025
HomeGujaratમોરબીમાં બગથળા રેલ્વે ફાટક પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત : ટ્રકમાં ભારે...

મોરબીમાં બગથળા રેલ્વે ફાટક પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત : ટ્રકમાં ભારે નુકશાન થયું

મોરબીમાં ટ્રક ચાલકની બેદરકારીના કારણે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. જેમાં મોરબીમાં બગથળા રેલ્વે ફાટક પાસે એક ટ્રક ચાલકે પાછળ જોયા વગર રિવર્સ લેતા પાછળ રહેલ ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. જેના કારણે ટ્રકને ભારે નુકશાન પહોંચતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

 

મળતી માહિતી અનુસાર, ગત તા.૨૮/૦૧/૨૦૨3 ના રાત્રીના આશરે અગીયારેક વાગ્યાના અરસામાં GJ-12-Y-5788 નંબરના ટ્રકનાં ચાલકે પોતાનું ટ્રક મોરબી થી નવલખી રોડ ઉપર બગથળા રેલ્વે ફાટકની પાસે એકદમથી ફાટક ક્રોસ કરી સ્ટેટ હાઇવે રોડ પસાર કરી ટર્ન લેવા માટે સામેથી આવતા વાહનને જોયા વગર બેદરકારીથી પુર ઝડપે રિવેસમાં લેતા પાછળ રહેલ ગોંડલ, ઉબાળા ચોકડી, શિવ હોટલની બાજુમાં આવેલ શ્રીનાથજી ટ્રાન્સપોર્ટ ઓફીસ ખાતે રહેતા અને ટ્રક ડ્રાઇવિંગનો ધંધો કરતા વિક્રમભાઇ મોહનભાઇ પાંડવના GJ-14-Z-8448 નંબરના ટ્રક સાથે ધડાકાભેર અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જેના કારણે ફરિયાદીના GJ-14-Z-8448 નંબરના ટ્રકમાં એન્જીનના ભાગને તથા કેબીનના ભાગે નુકશાન પહોંચ્યું હતું. જેને પગલે યુવકે મોરબી તાલુકા પોલીસ મથકે GJ-12-Y-5788 નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!