Thursday, March 19, 2026
HomeGujaratમાળીયા(મી)ના હરિપર પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત, ચાલકનું મોત

માળીયા(મી)ના હરિપર પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત, ચાલકનું મોત

માળીયા(મી)ના હરિપર નજીક કંડલા-મોરબી હાઇવે પર આગળ જઈ રહેલા એક ટ્રકના ઠાઠામાં બીજો ટ્રક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં એક ટ્રક ચાલકનું મોત થયું છે. હાલ માળીયા(મી) પોલીસે મૃતક ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી)ના કંડલા-મોરબી નેશનલ હાઇવે પર હરિપર ગામ નજીક વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ટ્રેઇલર રજી.નં. જીજે-૧૨-એવાય-૪૪૯૪ના ચાલક શિવાજી ધોડીરામ માને પોતાનું વાહન બેફામ અને ગફલતભરી રીતે હંકારી આવી આગળ જતા ટ્રક ટ્રેઇલર રજી.નં. જીજે-૧૨-બીઝેડ-૬૯૮૭ના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટ્રક ચાલક શિવાજી માનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ત્યારે અકસ્માતના બનાવ મામલે ફરિયાદી જગવીરસિંગ બીરબહાદુર બઘેલ ઉવ.૫૭ રહે.હાલ. જે.આર.રોડ જી.આઈ.ડી.સી ગાંધીધામ(કચ્છ) મુળ રહે.મનોના ગામ તા.જી.મૈનપુરી (ઉતર પ્રદેશ) વાળાએ માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમો હેઠળ મૃતક ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!