મોરબી તાલુકાના બેલા ગામે ફેક્ટરીમાં કામ દરમિયાન કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતા શ્વાસ રૂંધાવાથી શ્રમિકનું મોત થયું હતું. મોરબી તાલુકા પોલીસે અ.મોત નોંધી તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલી રોમામા ફેક્ટરીમાં કામ કરતાં વીરલભાઈ અલાવે ઉવ.૩૫ રહે. બેલા રોમામા ફેક્ટરી વાળાનો કન્વેયર બેલ્ટમાં હાથ ફસાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં વીરલભાઈનો શ્વાસ રૂંધાવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું. મૃતદેહ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.





