હળવદના કેદારીયા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલુ કંન્ટેનર 20 ઘેટા ઉપર ફરી વળતાં કેદારીયાના ગામનો માલધારી ઘેટાં ઉપર કંન્ટેનર ફરી વળતા ઘટના સ્થળે જ 16 જેટલા ઘેટાના મોત 4 ઈજાગ્રસ્ત થયા છે ત્યારે માલધારીની આજીવિકા પર કંન્ટેનર ફરી વળતાં પેટ પર પાટુ જેવો ઘાટ જોવા મળી રહ્યો છે આ બનાવના પગલે લોકોના ટોળાં ઉમટ્યા હતા.
હળવદના કેદારીયા ગામના રૂખડભાઈ અને મશરૂભાઈ પોતાના ઘેટાં રોજિંદા સમય મુજબ ચરાવવા જઈ રહ્યા હતા એ દરમિયાન આશરે સવારના દસ વાગ્યાના સુમારે કેદારીયા ગામના પાટિયા પાસે કન્ટેનર ન GJ 12 BT 6828 ના ચાલકે તેના 20 ઘેટાને હડફેટે લેતા તેના ભારે ખમ કન્ટેનર ના પૈડાં ફરી વળતાં જ 14 ઘેટાના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા જ્યારે અન્ય ચાર ઘેટા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જો કે સદનસીબે માલધારીઓનો આબાદ બચાવ થયો હતો ઘટનાને જોઈનર આજુબાજુના લોકો ભેગા થઈ ગયાં હતાં અને કન્ટેનર ચાલકને પકડી હળવદ પોલીસને સોંપ્યો હતો અચાનક જ 14 ઘેટાના મોતથી માલધારીની સંપતિની આજીવિકા નું નુકશાન થતાં માલધારી રૂડાભાઈ ના પરિવારજનોમાં બચી ગયા તેની ખુશી પણ આજીવિકા ના સાધનો ઘેટાના મોતથી ગમગીની છવાઈ ગઈ હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ આ માલધારીઓને સહાય કરવામાં આવે તેવી માલધારી સમાજના આગેવાનોએ માંગ કરી છે