Saturday, February 7, 2026
HomeGujaratમોરબીના માળીયા ફાટક પાસે અકસ્માત, રોડ ઓળંગી રહેલા યુવકના માથા ઉપર ટ્રકનું...

મોરબીના માળીયા ફાટક પાસે અકસ્માત, રોડ ઓળંગી રહેલા યુવકના માથા ઉપર ટ્રકનું વ્હીલ ફરી વળતાં મોત

મોરબી-૦૨ માળીયા ફાટક નજીક ઓવરબ્રિજ પાસે રોડ ઓળંગી રહેલા યુવકને પુરઝડપે આવી રહેલા ટ્રકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રકનું આગળનું વ્હીલ યુવકના માથા પરથી ફરી વળતાં સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું. આ મામલે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરમાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં માળીયા ફાટક નજીક ઓવરબ્રિજ પાસે જાહેર રસ્તા પર ગત તા.૦૫/૦૨ના રોજ બનેલ અકસ્માતની ઘટનામાં ફરિયાદી અકબરભાઈ હાજીભાઈ મોવર ઉવ.૩૫ રહે.ઇન્દીરાનગર, ખોડીયાર માતાજીના ચોક પાસે મોરબી વાળા દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના ભત્રીજા નિજામભાઈ રસ્તો ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન અશોક લેલન કંપનીનો ટ્રક રજી.નં. જીજે-૧૦-ઝેડ-૭૪૫૩ના ચાલકે પોતાના હવાલાવાળું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રોડ ક્રોસ કરી રહેલ નિજામભાઈને અડફેટે લેતા તેઓ નીચે પડી ગયા હતા અને ટ્રકના આગળના ક્લીનર સાઈડનું ટાયર તેમના માથા પરથી ફરી વળ્યું હતું. પરિણામે યુવકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. હાલ બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!