Friday, September 5, 2025
HomeGujaratમોરબીના પાવડીયારી ગામ નજીક અકસ્માત: બોલેરોની ટક્કરે બાઇક ચાલકનું મોત

મોરબીના પાવડીયારી ગામ નજીક અકસ્માત: બોલેરોની ટક્કરે બાઇક ચાલકનું મોત

મોરબી-જેતપર હાઈવે પર પાવડીયારી નજીક મોટર સાયકલ ચાલક ડિવાઈડર ક્રોસ કરતા સમયે રોડ ઉપર બેદરકારીપૂર્વક ચલાવી આવતા બોલેરો વાહનના ચાલકે મોટરસાયકલને હડફેટે લેતા પત્નીની નજર સમક્ષ પતિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ બોલેરોનો ચાલક તેનુ વાહન સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો. અકસ્માતની પગલે મૃતકની પત્નીએ આરોપી બોલેરો ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના પીપળી ગામે મારૂતી પાર્ક સોસાયટીમાં રહેતા ૫૦ વર્ષીય પીઠાભાઈ ભીમાભાઈ ગોહેલ ગઈ તા.૨૧ ઓગસ્ટના રોજ પોતાના સ્પ્લેન્ડર રજી.નં. જીજે-૦૧-ડીજી-૧૨૫૮ મોટર સાયકલ ઉપર પોતાના પત્ની વિનુબેન સાથે મજૂરી કામ કરવા જતા હતા. ત્યારે પાવડીયારી ગામ પાસે નાયરા પેટ્રોલ પંપ સામે આવેલા કટ પાસે પહોંચ્યા ત્યારે પત્નીને ઉતારી પીઠાભાઈ ડિવાઈડર ક્રોસ કરતા હતા. એ દરમિયાન મોરબી તરફથી આવતી બોલેરો પીકઅપ રજી.નં. જીજે-૦૮-એડબલ્યુ-૬૨૦૩ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આવી મોટરસાયકલને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં મોટરસાયકલ પીઠાભાઈ ગંભીર રીતે ઘવાયા હતા. ત્યારે આજુબાજુના લોકોએ ૧૦૮ને જાણ કરતા, ૧૦૮માં બેભાન હાલતમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા જ્યાં ફરજ ઉપર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અકસ્માત સર્જી બોલેરો પીકઅપનો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર જ મૂકી નાસી ગયો હતો. હાલ મૃતકના પત્ની વિનુબેન પીઠાભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!