Saturday, December 28, 2024
HomeGujaratટંકારા રાજકોટ હાઇવે પર મોબાઇલની બેટરી બ્લાસ્ટ થતાં ચાલકે કાર પરનો કાબૂ...

ટંકારા રાજકોટ હાઇવે પર મોબાઇલની બેટરી બ્લાસ્ટ થતાં ચાલકે કાર પરનો કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત:બે ઈજાગ્રસ્ત

ટંકારા થી રાજકોટ રોડ ઉપર મિતાણા નજીક કાર ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત : મોબાઇલની બેટરી બ્લાસ્ટ થતા ચાલકે સ્ટેરીગ ઉપર કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અઠડાઈ,સદ્ભાગ્યે કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ કારમાં સવાર ચાર વ્યક્તિ માંથી બેને ઇજા પહોંચી હોય ૧૦૮ મારફતે સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે.

- Advertisement -
- Advertisement -

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના મિતાણા ગામેથી આગળ રાજકોટ તરફ જતી કારમાં સવાર કોઈ વ્યક્તિનો મોબાઇલની બેટરી બ્લાસ્ટ થતા ચાલકે સ્ટેરીગ ઉપર કાબુ ગુમાવી રોડની સાઈડમાં આવેલ ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે રાહદારીઓ તથા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને કારમાં સવાર ચારેક વ્યક્તિને બહાર કાઢ્યા હતા. જેમાં પુષ્પાબા બલભદ્રસિહ ઝાલા (ઉ.વ ૪૦)અને અનસોયાબા શક્તિસિંહ ઝાલા (ઉ.વ ૩૮ રહે રાજકોટ)વાળાને નાની મોટી ઈજાઓ થઈ હોય ૧૦૮ ને જાણ કરતા ટંકારાના પાયલોટ કિશનસિહ અને ઈએમટી વલ્લભભાઈ લાઠિયા તાત્કાલિક ધટના સ્થળે દોડી ધાયલને સારવાર સાથે રાજકોટ દવાખાને ખસેડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!