અંબાજી-હડાદ રોડ ઉપર ખાનગી બસનો ગંભીર અકસ્માત સર્જાતા બસના બે ટુકડા થઈ જવા પામ્યા હતા. બસ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ ૨૦થી વધુ લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લવાયા હતાં. જેમની તત્કાલીક ધોરણે સારવાર શરૂ કરવામાં આવી હતી. પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તોને લાવતા બનાસકાંઠા એસપી સહિત LCB પોલીસનો કાફલો પણ સિવિલ હોસ્પિટલે પહોંચ્યો હતો.
અંબાજી-હડાદ રોડ ઉપર ખાનગી બસનો ગંભીર અકસ્માત સર્જાતા આ બસ નો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એમ બે ટુકડામાં વહેંચાઈ ગઈ હતી.આ અકસ્માતમાં મોટી સંખ્યામાં બસમાં સવાર લોકોને ઇજા પહોચવા પામી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ ૨૦થી વધુ લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લવાયા હતાં. ત્યારે બનાસકાંઠા એસપીએ ઇજાગ્રસ્તોની મુલાકાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હાલ તમામ ઇજાગ્રસ્તોની હાલત સ્થિર છે ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલ અને અમદાવાદ ખસેડવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે.