મોરબી જિલ્લામા આજે વધુ ચાર અપમૃત્યુ- અકસ્માતે મૃત્યુંની ઘટના પ્રકાસમાં આવી છે જેને પગલે પોલીસે નિવેદનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
અપમૃત્યુના કેસની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર દિપકભાઇ કલસીંગભાઇ પટેલ (ઉ.વ.૧૯ રહે હાલ મોરબી ઓપેરા સ્ક્વેર એપાર્ટમેન્ટની ચાલુ સાઇટમાં નંદનવન પાર્ક સો.સા. ની બાજુમાં, મૂળ, દાહોદ)એ ઓપેરા સ્ક્વેર એપાર્ટમેન્ટની ચાલુ સાઇટમાં રાત્રે ત્રીજા માળે સુતા હતા. આ દરમિયાન ઉઘમાંને ઉઘમાં ત્રીજા માળેથી બાજુમાં આવેલ અમુલ્ય એપાર્ટમેન્ટના વડા ઉપર પડી ગયા હતા.જેમાં ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું.આ અંગે પ્રવિણભાઇ અભયસિંગ બારીયાએ પોલીસમાં જાણ કરતા સ્થાનિક પોલીસે મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકેથી જાહેર થયેલ વિગત અનુસાર મોરબીના શકિતપલોટ મેલન રોડ પર આવેલ પવનસુત એપાટૅમેન્ટમાં રહેતા અશ્ર્વીનભાઇ હર્ષદભાઇ કેલૈયા (ઉ.વ ૩૦)પોતાના ધરે કોઇ કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. જેમાં તેનું મોત નિપજ્યું હોવાનું તબીબે જાહેર કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં મોરબી તાલુકા પોલીસ ચોપડે નોંધાયેલ વિગત અનુસાર મોરબીના ભડીયાદ મીલેનિયમ ટાઇલ્સ કારખાનાની ઓરડીમાં રહેતા લક્ષ્મીબેન દોબાભાઇ સાયબીંગ (ઉ.વ.૨૦)એ ટાઇલ્સ કારખાનાની ઓરડીમાં તા.૨૪/૦૪/૨૦૨૨ ના સવાર ના સાતેક વાગ્યા થી નવેક વાગ્યા વચ્ચે પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. જેમાં તેણીનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસ સમક્ષ જાહેર થયેલ વિગત અનુસાર મૃતકના પતિને પ્રેમ સંબંધની જણ થતા પોતે વતનામાં જવા માંગતા હતા ત્યારબાદ પરિણીતાએ જાતે ગળેફાંસો ખાઇ અંતિમ પગલું ભરી લીધું હતું. મૃતક પરિણીતાનો લગ્ન ગાળો પાંચેક વર્ષનો હોય અને સંતાનામાં બે દીકરી હોવાનું દોબાભાઇ સાયબીંગ બારડે જાહેર કર્યું હતું.
મોરબી તાલુકાના રફાળેશ્વર પાનેલી રોડ પર આવેલ સીમોરા સિરામીકની ઓરડીમા રહેતા સુમતભાઇ બીનધરભાઇ (ઉ.વ.૧૫)એ અગમ્ય કારણોસર કંટાળી જઇ ગળેફાસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો જેની જાણ થતા તાત્કાલીક ગંભીર હાલતમાં મોરબી ની સરકારી હોસ્પિટલમા ખસેડયા હતા જ્યા ફરજ પરના તબીબે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા જેથી પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ તેજ બનાવી છે.