Friday, October 11, 2024
HomeGujaratમોરબી પાટીદાર નવરાત્રી મહોત્સવમાં થયેલ નફાનો હિસાબ જાહેર મંચ પરથી અપાયો

મોરબી પાટીદાર નવરાત્રી મહોત્સવમાં થયેલ નફાનો હિસાબ જાહેર મંચ પરથી અપાયો

મોરબીના રામેશ્વર ફાર્મ ખાતે અજય લોરીયા અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા શહિદ જવાનોના પરિવાર તેમજ પાટીદાર કરિયર એકેડમીના લાભાર્થે પાટીદાર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાટીદાર નવરાત્રી મહોત્સવમાં થયેલ ૪૧.૫૭ લાખ રૂપિયાના નફાનો હિસાબ જાહેર મંચ પરથી આપવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબીના રામેશ્વર ફાર્મ ખાતે અજય લોરિયા અને સેવા એ જ સંપતિ ફાઉન્ડેશન દ્વારા શહીદ જવાનોના પરિવાર તેમજ પાટીદાર કરિયર એકેડમીના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગઇકાલે આઠમાં દિવસે એટલે કે આઠમા નોરતે જાહેર સ્ટેજ પરથી અજય લોરીયાએ પાટીદાર નવરાત્રિમાં થયેલ નફાનો હિસાબ રજૂ કર્યો હતો. અજય લોરીયાએ સ્ટેજ પરથી જાહેર કરતા કહ્યું હતું કે, પાટીદાર નવરાત્રિ મહોત્સવનું 2015થી આયોજન કરવામા આવે છે. અને આઠમના અને નૌમના દિવસે જાહેર સ્ટેજ પરથી હિસાબ આપવામાં આવે છે. ત્યારે મારી ટીમ સાથે માં ઉમિયાની સાક્ષીએ જાહેર કરૂ છું કે, આ નવરાત્રિમાં આવક-જાવક ખર્ચો બાદ કરતા 41.37 લાખનો નફો થયો છે. તેમાંથી 15 લાખ રૂપિયા પાટીદાર કરિયર એકેડમીમાં ચેક મારફતે આપવામાં આવ્યા છે. તેમજ 8 દિવસ દરમિયાન શહિદ જવાનોના પરિવારજનોને ચેક આપવામાં આવ્યા છે. ત્યારે આ નવરાત્રિ વિશ્વાસભાવે થતી હોવાથી લોકો અમારા પર વિશ્વાસ મુકે છે તેથી તેમનો પણ આભાર માન્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!