અજય લોરીયા દ્વારા સંચાલિત ‘સેવા એ જ સંપત્તિ’ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રી મહોત્સવ ૨૦૨૩ માં ૩૪.૮૦ લાખનો નફો થતાં 16 શહીદ જવાનોના પરિવારને સન્માનિત કરીને ૧૯.૫૦ લાખ રૂપિયા,માધવ ગૌ શાળા રવાપર ૧,૧૧,૧૧૧,યદુનંદન ગૌશાળા ૧,૧૧,૧૧૧ અને ૧,૧૧,૧૧૧ અનાથ આશ્રમમાં આપી દેવામાં આવી છે. ત્યારે સમાજમાં ઉપયોગી થઇ શકે તે પ્રકારનો સેવાનો સંદેશ આપવામાં આવ્યો છે.
ગુજરાતીઓના પ્રિય એવા ગરબા રમવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોય છે. ત્યારે ગરબા નું આયોજન કરતા લોકો લાખો રૂપિયાની કમાણી નવ દિવસ દરમિયાન કરતા હોય છે. ત્યારે મોરબીમાં અજય લોરીયા દ્વારા સંચાલિત ‘સેવા એજ સંપત્તિ’ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રી મહોત્સવ ૨૦૨૩ માં ૩૪.૮૦ લાખનો નફો થવા પામ્યો હતો. ત્યારે આયોજન દ્વારા 16 શહીદ જવાનોના પરિવારને સન્માનિત કરીને 19.50 લાખ રૂપિયા,માધવ ગૌ શાળા રવાપર ૧૧,૧૧,૧૧૧યદુનંદન ગૌશાળા ૧,૧૧,૧૧૧ અને ૧,૧૧,૧૧૧ અનાથ આશ્રમમાં તેમજ કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં ૨,૨૨,૨૨૨ રૂપિયા આપીને સમાજ સેવાનો અનોખો મેસેજ આપવામાં આવ્યો છે.