રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસપી એમ.એન.પટેલ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી તેની સામે કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપતા તે અન્વયે કામગીરી કરતા દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના પ્રોહીબીશનના ગુન્હામા પાંચ માસથી નાસતા ફરતા આરોપીને વાંકાનેર તાલુકાના લુણસર ગામમાથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ આજ રોજ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના પ્રોહિબિશનના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી ભરતભાઈ રતાભાઈ ગમારા લુણસર ગામના ઝાપા પાસે હાજર છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા નાસ્તો ફરતો આરોપી હાજર મળી આવતા આરોપીને પુછ પરછ અર્થે પોલીસ સ્ટેશન લાવી આજરોજ તા.૩૧/૦૮/૨૦૨૫ ના રોજ હસ્તગત કરવામાં આવ્યો છે. જે અંગેની જાણ તેમના સંબધી દિનેશભાઈ લધુભાઈ ગમારાને કરવામાં આવી છે. તેમજ આ બાબતની જાણ જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકા પોલીસ સ્ટેશનને કરી આરોપીને હરોળ પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.